હોમ પેજ

જય શ્રીકૃષ્ણ, મિત્રો,

“શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ”ની વેબસાઈટ પર આપનું સ્વાગત છે.

આ વેબસાઈટ સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં છે અને યુઝર ફ્રેન્ડલી છે, જેથી કરીને અંગ્રેજી ના જાણતા હોય તેમ જ કોમ્પ્યુટર તથા ઈન્ટરનેટથી ટેવાયેલા ના હોય તે વ્યક્તિઓ પણ આ સાઈટનો ઉપયોગ સરળતાથી કરી શકશે.

આ વેબસાઈટ મોબાઈલ ફ્રેન્ડલી પણ છે, જેને લીધે કોમ્પ્યુટર ઉપરાંત મોબાઈલ પર પણ આ વેબસાઈટ સારી રીતે જોઈ શકાશે.

શ્રીમાળનગર (હાલનું ભીનમાલ)માં વસતા શ્રીમાળી બ્રાહ્મણોનો એક સમુદાય ઘણાં વર્ષો પહેલાં બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં આવ્યો અને કાળક્રમે તેઓ વાવ, થરાદ અને દીઓદર તાલુકાનાં કુલ ૪૨ ગામમાં વસ્યા. તેથી તેમનો સમાજ “શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ” તરીકે જાણીતો થયો છે. 

આ સમાજના જ્ઞાતિજનોની જાણવાજોગ અને ઉપયોગી તમામ પ્રાથમિક માહિતી જેવી કે 

૧) સમાજનો ઈતિહાસ,

૨) સર્વે જ્ઞાતિજનોની સંપર્ક માહિતી,

૩) સર્વે જ્ઞાતિજનોની શૈક્ષણિક, કારકિર્દી અને ધંધાકીય માહિતી, 

૪) સર્વે જ્ઞાતિજનોની વિશિષ્ટ સિધ્ધિઓની વિગતો,  

૫) સમાજના યુવાગણની લગ્નવિષયક માહિતી,

૬) સમાજના સંતપુરુષોની માહિતી,

૭) જ્ઞાતિ સમાચાર,

જ્ઞાતિજનોને એક સાથે અને એક જગ્યાએ મળે,

સરળતાથી અને ઝડપથી મળે,

અધિકૃત અને છેલ્લામાં છેલ્લી મળે,

અને મહેનત, સમય કે પૈસા ખર્ચ્યા વગર મળે 

તેવો પ્રામાણિક પ્રયત્ન આ વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ વેબસાઈટના વિવિધ વિભાગો નીચે મુજબ છે: 

૧) બ્રાહ્મણ ઈતિહાસ:  

B1

બ્રાહ્મણ શબ્દના અર્થથી લઈને તેમની ઉત્પત્તિ, સંસ્કૃતિ, ગોત્ર અને પ્રવર, વિભાજન, ચડતીપડતીનો ઈતિહાસ તથા પ્રતિભાશાળી બ્રાહ્મણોના નામની યાદી અહીં રજૂ કરેલ છે. આ પેજ પર જવા અહીં ક્લિક કરો.  સૌજન્ય: વેબસાઇટ દાદાજીની વાતો. 

૨) શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ: 

Magh-F

શ્રીમાળી બ્રાહ્મણોના મૂળ વસવાટ, સંસ્કૃતિ, કુળદેવી, અટક તથા પ્રતિભાશાળી શ્રીમાળી બ્રાહ્મણોનો ટૂંક પરિચય અહીં રજૂ કરેલ છે. આ પેજ પર જવા અહીં ક્લિક કરો.  સૌજન્ય: વેબસાઇટ દાદાજીની વાતો..

૩) સમાજ ઈતિહાસ: 

શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજની રચના તથા વિકાસનો ટૂંક ઈતિહાસ અને સમાજના આગેવાનોના નામની યાદી અહીં જોવા મળશે. તદુપરાંત જ્ઞાતિજનોની કૌટુંબિક, શૈક્ષણિક અને કારકિર્દીની માહિતીનો સારાંશ અહીં જોવા મળશે. આ પેજ પર જવા અહીં ક્લિક કરો.

૪) કુટુંબ સંપર્ક માહિતી:

આ વિભાગોમાં સમાજનાં દરેક કુટુંબોની પ્રાથમિક માહિતી જેવીકે કુટુંબના વડાનું નામ, કુલ સભ્ય સંખ્યા, ગોત્ર, મૂળ વતન, હાલનું સરનામું અને ફોન નંબરની માહિતી ગામદીઠ મૂકવામાં આવી છે.

આ વિભાગો પર જવા નીચેની લિંકસ પર ક્લિક કરો:

૧) વાવ વિભાગ

૨) થરાદ વિભાગ

૩) દીયોદર વિભાગ

૪) ડીસા

૫) અમદાવાદ 

૬) શેષ તમામ ગામ

૫) જ્ઞાતિજનોની સિદ્ધિઓ:

શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના  જ્ઞાતિજનોની શિક્ષણ, કારકિર્દી અને વિશિષ્ટ સિધ્ધિઓની વિગતો આ વિભાગોમાં જોવા મળશે:

૧) પથદર્શક પ્રથમવીરો: 

%e0%aa%aa%e0%aa%a5

નાની કે મોટી કોઈપણ સિદ્ધિ સૌ પ્રથમ વખત મેળવનાર હંમેશાં વધુ પ્રશંસનીય હોય છે. કારણકે આવા પહેલ કરનાર પથદર્શક (Pioneers, Trend Setters) એક નવો રસ્તો બતાવે છે. તે પછી તેમની પાસેથી પ્રેરણા લઈને અને તેમના ચીલે ચાલીને બીજા લોકો વધુ મોટી સિદ્ધિ મેળવી શકે છે. સમાજના વિવિધ વિભાગોના આવા પથદર્શક પ્રથમવીરોની યાદી પર જવા અહીં ક્લિક કરો.

 

૨) શૈક્ષણિક માહિતી:

phd-%e0%aa%ac%e0%aa%b9%e0%ab%87%e0%aa%a8%e0%ab%8b

જ્ઞાતિજનોની શિક્ષણની સિદ્ધિઓની માહિતી જાણવા અહીં ક્લિક કરો.

 

૩) કારકિર્દી માહિતી: 

class-%e0%ab%a7

જ્ઞાતિજનોની કારકિર્દીની સિદ્ધિઓની માહિતી જાણવા અહીં ક્લિક કરો.    

 

૪) ધંધાકીય માહિતી: 

%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%ad%e0%aa%be%e0%aa%88%e0%aa%93

જ્ઞાતિજનોની ધંધાકીય સિદ્ધિઓની માહિતી જાણવા અહીં ક્લિક કરો.

 

૫) વિશિષ્ટ સિધ્ધિધારકો:

વિશિષ્ટ સિધ્ધિઓ મેળવનાર જ્ઞાતિરત્નોની વિગતો જોવા અહીં ક્લિક કરો. 

 

૬) લગ્નવિષયક માહિતી:

સમાજના વિવાહયોગ્ય યુવાનો અને યુવતીઓની વિગતો જોવા અહીં ક્લિક કરો. 

 

૭) સમાજના સંતપુરુષો: 

IMG-20190814-WA0002

શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજમાં કેટલાક સંતપુરુષોનું પ્રાગટ્ય થયું છે. આ સંતપુરુષોનો પરિચય જાણવા અહીં ક્લિક કરો.

૬) સમૂહ-પ્રસંગ સમાચાર: 

swas

સમાજના જ્ઞાતિ સંમેલન, સમૂહજનોઈ અને સમૂહલગ્ન જેવા સામૂહિક પ્રસંગોને લગતા સમાચારના વિભાગ સમૂહ-પ્રસંગ  સમાચાર પર જવા અહીં ક્લિક કરો. 

૭) વેબસાઈટ માર્ગદર્શન:  

ઉપરોક્ત તમામ વિભાગની માહિતી સરળતાથી કઈ રીતે જોવી અને આપના કુટુંબની માહિતી કે અન્ય માહિતી આ વેબસાઈટ પર પ્રકાશિત કરવા માટે શું કરવું તેનું માર્ગદર્શન અહીં મળશે. આ વિભાગ પર જવા અહીં ક્લિક કરો.

આ વેબસાઈટના નવા વિભાગ અને નવી માહિતીની જાણકારી, વાંચકોના પ્રતિભાવ અને અભિપ્રાય અંગે જાણકારી વિગેરે આ “વેબસાઈટમાં નવું શું છે”  વિભાગમાં જાણવા મળશે. તેના પર જવા અહીં ક્લિક કરો.

૮) આપનો અભિપ્રાય:

Comments

આ વેબસાઈટ વિષે આપનો અભિપ્રાય અને તેને બહેતર બનાવવા માટે આપનાં કિમતી સૂચનો જણાવવા અહીં ક્લિક કરો. 

આ વેબસાઈટના સંચાલકના અલ્પજ્ઞાનને લીધે, અહીં માહિતી મોકલનારની ભૂલને લીધે અથવા ટેકનીકલ કારણોસર અહીં રજૂ કરેલી વિગતોમાં માહિતીદોષ કે અધુરી માહિતી હોવાની શક્યતા છે. તો આ બધી જ ભૂલો અને ખામીઓ સુધારવા માટે અહીંથી અમારું ધ્યાન દોરવા માટે વિનંતી છે. 

તદુપરાંત આપણા સમાજના વિકાસ માટેનાં આપનાં સૂચન તેમ જ સમાજના રીતિરિવાજો અને સમૂહલગ્ન જેવાં સામૂહિક પ્રસંગોની ઉજવણી અંગે આપનો અભિપ્રાય અને સૂચન પણ અહીં જણાવી શકાશે.

૯) સંપર્ક:  

calls

આ વેબસાઈટના સંપર્કની વિગતો જાણવા અહીં ક્લિક કરો.

તો હવે તમારી પસંદગી અને જરૂરિયાતના વિભાગોની મુલાકાત લો અને અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

એક વાતની નોંધ લેશો.

આ વેબસાઈટ સંપૂર્ણપણે ફ્રી છે. તેની કોઈપણ વિગત જાણવા કે કોઈ વિગત પ્રકાશિત કરવા માટે કોઈ જાતની ફી, દાન કે ફાળો લેવામાં આવતો નથી.

તો મુક્તપણે આ વેબસાઈટનો લાભ લો.

આટલું જરૂર કરો:

  • વેબસાઈટ અને તેની ઉપયોગિતા વિષે આપનો અભિપ્રાય જણાવો.
  • આ વેબસાઈટનું જે પેજ તમને પસંદ આવે તે દરેક પેજને લાઇક (Like) કરો. 
  • દરેક પેજને તમારી પસંદ (થમ્સ અપ) અને નાપસંદ (થમ્સ ડાઉન) મુજબ ક્લિક કરો.        
  • દરેક પેજને તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક પર શેર (Share) કરો.

ડિસ્ક્લેમર: આ વેબસાઈટમાં જણાવેલ તમામ માહિતી જ્ઞાતિજનોએ જણાવી છે તે મુજબ અહીં રજૂ કરી છે. આમાંથી કોઈ પણ માહિતીનો ઉપયોગ કરનારે તેની ખરાઈ (સચ્ચાઈ) અને અન્ય ચકાસણી જાતે જ કરી લેવાની રહેશે તેમજ આ માહિતી પોતાના હિસાબે અને જોખમે ઉપયોગમાં લેવાની રહેશે. અહીં જણાવેલ કોઈપણ માહિતીની ખરાઈ માટે અથવા તેમાંથી નીપજતી કોઈપણ અસર માટે શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, તેના કોઈપણ ટ્રસ્ટી, હોદ્દેદાર, કાર્યકર્તા, સ્વયંસેવક, આ વેબસાઈટ, તેના સંચાલક કે અન્ય કોઈપણ વ્યક્તિની કોઈ જવાબદારી રહેશે નહીં તેની નોંધ લેવી.

આ વેબસાઈટની મુલાકાત બદલ આપનો આભાર,

આપના સુંદર સ્વાસ્થ્યની શુભેચ્છાઓ સાથે,

-સુરેશભાઈ સી. ત્રિવેદી, વેબસાઈટ સંચાલક