પ્રથમ પેજ

final-logo

જય શ્રીકૃષ્ણ, મિત્રો,

“શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ”ની વેબસાઈટ પર આપનું સ્વાગત છે.

આ વેબસાઈટ સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં છે અને યુઝર ફ્રેન્ડલી છે, જેથી કરીને અંગ્રેજી ના જાણતા હોય તેમ જ કોમ્પ્યુટર તથા ઈન્ટરનેટથી ટેવાયેલા ના હોય તે વ્યક્તિઓ પણ આ સાઈટનો ઉપયોગ સરળતાથી કરી શકશે.

આ વેબસાઈટ મોબાઈલ ફ્રેન્ડલી પણ છે, જેને લીધે કોમ્પ્યુટર ઉપરાંત મોબાઈલ પર પણ આ વેબસાઈટ સારી રીતે જોઈ શકાશે.

શ્રીમાળનગર (હાલનું ભીનમાલ)માં વસતા શ્રીમાળી બ્રાહ્મણોનો એક સમુદાય ઘણાં વર્ષો પહેલાં બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં આવ્યો અને કાળક્રમે તેઓ વાવ, થરાદ અને દીઓદર તાલુકાનાં કુલ ૪૨ ગામમાં વસ્યા. તેથી તેમનો સમાજ “શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ” તરીકે જાણીતો થયો છે. 

આ શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનોને જાણવાજોગ અને ઉપયોગી તમામ પ્રાથમિક માહિતી જેવી કે

સમાજનો ઈતિહાસ,

દરેક ગામમાં વસતા જ્ઞાતિજનોનાં નામ, સરનામાં અને ફોન નંબર,

જ્ઞાતિજનોની શિક્ષણ, કારકિર્દી અને અન્ય સિધ્ધિઓની વિગતો,  

જ્ઞાતિ સમાચાર, 

સમાજના યુવાગણની લગ્નવિષયક માહિતી,

વિગેરે જાણકારી, જ્ઞાતિજનોને એક સાથે અને એક જગ્યાએ મળે, સરળતાથી અને ઝડપથી મળે, અધિકૃત અને છેલ્લામાં છેલ્લી મળે, અને મહેનત, સમય કે પૈસા ખર્ચ્યા વગર મળે તેવો પ્રામાણિક પ્રયત્ન આ વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ તો આપણે આ વેબસાઈટના વિવિધ વિભાગો વિષે ટૂંકમાં જાણી લઈએ. 

  • આ વિભાગો પર જવા માટે દરેક પેજમાં સૌથી ઉપર MENU” કોલમ છે, તેના પર ક્લિક કરવાથી બધા વિભાગોનું લિસ્ટ મળશે. તેમાંથી તમારા પસંદગીના વિભાગ પર ક્લિક કરો.
  • દરેક પેજમાં સૌથી નીચે પણ બધા વિભાગોનું લિસ્ટ મળશે, તેમાંથી તમારા પસંદગીના વિભાગ પર ક્લિક કરવાથી પણ સીધા તે વિભાગ પર જવાશે.
  • તદુપરાંત જે શબ્દોની નીચે લીટી દોરેલ છે (UNDERLINED) છે, તેના પર  ક્લિક કરવાથી પણ સીધા તે વિભાગ પર જવાશે.

૧) બ્રાહ્મણ ઈતિહાસ:  બ્રાહ્મણ શબ્દના અર્થથી લઈને તેમની ઉત્પત્તિ, સંસ્કૃતિ, ગોત્ર અને પ્રવર, વિભાજન, અને ચડતીપડતીનો સંક્ષિપ્ત ઈતિહાસ અહીં રજુ કરેલ છે. સાથે સાથે પૌરાણિક કાળથી લઈને અત્યાર સુધીના સમયના પ્રતિભાશાળી બ્રાહ્મણ વિદ્વાનો, યોધ્ધાઓ, રાજનિતિજ્ઞો અને કલાકારોના નામની યાદી ફોટા સાથે અહીં જોવા મળશે. સૌજન્ય : “દાદાજીની વાતો” 

૨) શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ:  શ્રીમાળી બ્રાહ્મણોના મૂળ વસવાટ અને તેમના સ્થળાંતરથી લઈને તેમની સંસ્કૃતિ, કુળદેવી, અટક વિગેરેનો સંક્ષિપ્ત ઈતિહાસ અહીં રજૂ કરેલ છે. સાથે સાથે પ્રતિભાશાળી શ્રીમાળી બ્રાહ્મણોના નામની યાદી ફોટા સાથે અહીં જોવા મળશે. (આ પેજ હાલ તૈયાર થઇ રહ્યું છે અને ટૂંક સમયમાં અહીં મૂકાશે.) 

૩) સમાજ ઈતિહાસ: શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજની રચના અને વિકાસનો ટૂંક ઈતિહાસ અહીં રજૂ કરવામાં આવ્યો છે. સાથે સાથે સમાજના સુયોગ્ય સંચાલન અને સમયની સાથેના વિકાસ માટે માર્ગદર્શન અને દોરવણી પૂરું પાડનાર સમાજના આગેવાનો અને સમાજ પ્રમુખોના નામની યાદી અહી મૂકવામાં આવી છે.  તદુપરાંત જ્ઞાતિજનોની કૌટુંબિક, શૈક્ષણિક અને કારકિર્દીની માહિતીનો સારાંશ અહીં જોવા મળશે. 

૪) કુટુંબ સંપર્ક માહિતી: આ વિભાગમાં સમાજનાં દરેક કુટુંબોની પ્રાથમિક માહિતી જેવીકે કુટુંબના વડાનું નામ, કુલ સભ્ય સંખ્યા, ગોત્ર, મૂળ વતન, હાલનું સરનામું અને ફોન નંબરની માહિતી ગામદીઠ મૂકવામાં આવી છે.

આ વિભાગના ૬ પેટાવિભાગ છે: વાવ વિભાગ, થરાદ વિભાગ, દીઓદર વિભાગ, ડીસા, અમદાવાદ અને શેષ તમામ ગામ.  

૫) જ્ઞાતિજનોની સિદ્ધિઓ: શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનોની શિક્ષણ, કારકિર્દી અને અન્ય સિધ્ધિઓની વિગતો નીચે મુજબના પેટાવિભાગમાં જોવા મળશે:

૧) પથદર્શક પ્રથમવીરો: નાની કે મોટી કોઈપણ સિદ્ધિ સૌ પ્રથમ વખત મેળવનાર હંમેશાં વધુ પ્રશંસનીય હોય છે. કારણકે આવા પહેલ કરનાર પથદર્શક (Pioneers, Trend Setters) એક નવો રસ્તો બતાવે છે. તે પછી તેમની પાસેથી પ્રેરણા લઈને અને તેમના ચીલે ચાલીને બીજા લોકો વધુ મોટી સિદ્ધિ મેળવી શકે છે. એટલા માટે સમાજના વિવિધ વિભાગોના આવા પથદર્શક પ્રથમવીરોની યાદી અહીં મૂકેલ છે.

૨) શૈક્ષિણક માહિતી:  સમાજના જ્ઞાતિજનોની શિક્ષણની સિદ્ધિઓની માહિતી આ વિભાગમાં જોવા મળશે.

૩) કારકિર્દી માહિતી: જ્ઞાતિજનોની કારકિર્દીની સિદ્ધિઓની માહિતી આ વિભાગમાં જોવા મળશે.    

૪) ધંધાકીય માહિતી: જ્ઞાતિજનોની ધંધાકીય સિદ્ધિઓની માહિતી આ વિભાગમાં જોવા મળશે.

૫) અન્ય સિધ્ધિધારકો: અન્ય સિધ્ધિઓ મેળવનાર જ્ઞાતિજનોના નામની યાદી અહીં જોવા મળશે. (આ પેજ હાલ તૈયાર થઇ રહ્યું છે અને ટૂંક સમયમાં અહીં મૂકાશે.) 

૬) જ્ઞાતિ સમાચાર: જ્ઞાતિજનોના સગાઇ, લગ્ન, બાળક જન્મ, ધાર્મિક પ્રસંગ જેવા તમામ શુભ પ્રસંગોની જાણકારી શુભ સમાચારમાં જાણવા મળશે. સમાજના સમૂહજનોઈ અને સમૂહલગ્ન જેવા સામૂહિક પ્રસંગોને લગતા સમાચાર સમૂહલગ્ન સમાચારમાં જાણવા મળશે. જયારે અવસાનનોંધ અને બેસણાના સમાચાર અવસાનનોંધમાં મૂકેલ છે.

આ વેબસાઈટને લગતા સમાચાર જેવાકે નવા વિભાગ અને નવી માહિતીની જાણકારી, વાંચકોના પ્રતિભાવ અને અભિપ્રાય અંગે જાણકારી વિગેરે વેબસાઈટ સમાચારમાં જાણવા મળશે. સમાજના વિકાસ માટેનાં પગલાં માટેની ચર્ચા-વિચારણા કરવા માટે એક નવો વિભાગ ચાય પે ચર્ચા ટૂંક સમયમાં શરુ થઇ રહ્યો છે.      

૭) લગ્નવિષયક માહિતી: સમાજના લગ્નઇચ્છુક યુવાનો અને યુવતીઓની વિગતો અહીં જોવા મળશે. (આ પેજ હાલ તૈયાર થઇ રહ્યું છે અને ટૂંક સમયમાં અહીં મૂકાશે.) 

૮) વેબસાઈટ માર્ગદર્શન: ઉપરોક્ત તમામ વિભાગની માહિતી સરળતાથી કઈ રીતે જોવી અને આપના કુટુંબની માહિતી કે અન્ય માહિતી આ વેબસાઈટ પર પ્રકાશિત કરવા માટે શું કરવું તેનું માર્ગદર્શન અહીં મળશે.

૯) આપનો અભિપ્રાય: આ વેબસાઈટ વિષે આપનો અભિપ્રાય અને તેને બહેતર બનાવવા માટે આપનાં કિમતી સૂચનો અહીં જણાવવા વિનંતી છે.

આ વેબસાઈટના સંચાલકના અલ્પજ્ઞાનને લીધે, અહીં માહિતી મોકલનારની ભૂલને લીધે અથવા ટેકનીકલ કારણોસર અહીં રજૂ કરેલી વિગતોમાં માહિતીદોષ કે અધુરી માહિતી હોવાની શક્યતા છે. તો આ બધી જ ભૂલો અને ખામીઓ સુધારવા માટે અહીંથી અમારું ધ્યાન દોરવા માટે વિનંતી છે. 

તદુપરાંત આપણા સમાજના વિકાસ માટેનાં આપનાં સૂચન તેમ જ સમાજના રીતિરિવાજો અને સમૂહલગ્ન જેવાં સામૂહિક પ્રસંગોની ઉજવણી અંગે આપનો અભિપ્રાય અને સૂચન પણ અહીં જણાવી શકાશે.

૧૦) સંપર્ક: આ વેબસાઈટના સંપર્કની વિગતો અહીં મળશે.

તો હવે તમારી પસંદગી અને જરૂરિયાતના વિભાગોની મુલાકાત લો અને અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

એક વાતની નોંધ લેશો. આ વેબસાઈટ સંપૂર્ણપણે ફ્રી છે. તેની કોઈપણ વિગત જાણવા કે કોઈ વિગત પ્રકાશિત કરવા માટે કોઈ જાતની ફી, દાન કે ફાળો લેવામાં આવતો નથી. તો મુક્તપણે આ વેબસાઈટનો લાભ લો.

આટલું જરૂર કરો:

  • વેબસાઈટ અને તેની ઉપયોગિતા વિષે આપનો અભિપ્રાય અમને જણાવો.
  • આ વેબસાઈટનું જે પેજ તમને પસંદ આવે તે દરેક પેજના લાઇક (Like)ના બટન પર ક્લિક કરો. આ માટે  ઇમેલ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.
  • દરેક પેજને તમારી પસંદ (થમ્સ અપ) અને નાપસંદ (થમ્સ ડાઉન) મુજબ નીચે આપેલ બે પંજાના નિશાનમાંથી એક ઉપર ક્લિક કરો.        
  • દરેક પેજને તમારા મિત્રો સાથે વોટ્સએપ, ફેસબુક વિગેરેના આઇકોન પર ક્લિક કરીને શેર (Share) કરો.

ડિસ્ક્લેમર: આ વેબસાઈટમાં જણાવેલ તમામ માહિતી જ્ઞાતિજનોએ જણાવી છે તે મુજબ અહીં રજૂ કરી છે. આમાંથી કોઈ પણ માહિતીનો ઉપયોગ કરનારે તેની ખરાઈ (સચ્ચાઈ) અને અન્ય ચકાસણી જાતે જ કરી લેવાની રહેશે તેમજ આ માહિતી પોતાના હિસાબે અને જોખમે ઉપયોગમાં લેવાની રહેશે. અહીં જણાવેલ કોઈપણ માહિતીની ખરાઈ માટે અથવા તેમાંથી નીપજતી કોઈપણ અસર માટે શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, તેના કોઈપણ ટ્રસ્ટી, હોદ્દેદાર, કાર્યકર્તા, સ્વયંસેવક, આ વેબસાઈટ, તેના સંચાલક કે અન્ય કોઈપણ વ્યક્તિની કોઈ જવાબદારી રહેશે નહીં તેની નોંધ લેવી.

આ વેબસાઈટની મુલાકાત બદલ આપનો આભાર,

આપના સુંદર સ્વાસ્થ્યની શુભેચ્છાઓ સાથે,

– વેબસાઈટ સંચાલક 

Advertisements